"મિત્રો, ધો-10ના સામાજિક વિજ્ઞાનના 15 પેપરો સંપુર્ણ જવાબ સાથે મુકેલ છે. . .. આ મારી બ્લોગ બનાવવાની શરૂઆત છે.યોગ્ય માર્ગદર્શન આવકાર્ય છે."
શિક્ષક પરમાત્મા કા સુંદરત્તમ સર્જન હૈ . . .

સંસ્કાર કન્યા વિદ્યાલય

Preview
Showing posts with label પ્રાર્થનાનું વજન. Show all posts
Showing posts with label પ્રાર્થનાનું વજન. Show all posts

Monday, December 22, 2014

પ્રાર્થનાનું વજન

! પ્રાર્થનાં નુ વજન !!
**********************
ઘણા ટાઇમ પેલા ની આ વાત છે. ઠેલી મા કઈક વસ્તુ લઈને ઍક ગરિબડી લાગતી સ્ત્રી કરીયાણા ની દુકાન મા દાખલ થય. તેના ચહેરા પર ચિંતા અને લાચારી સ્પસ્ટ દેખાતી હતી. દુકાનદાર ને તેણે આજીજી કરી કે પોતાની પાસેની તંબા ની તપેલીના બદલામા અનાજ કે ચોખા કે જે કાઇ આવે તે આપે. ઍના બાળકો બે-બે દિવસ થ્યા ભૂખ્યા હતા. ધણી ને છેલ્લા તબક્કાનુ કેન્સર હતુ. ઘર મા વેચવા માટે આ ઍક તપેલી શિવાય કાઇ પણ બચ્યુ ન હતુ. જો તેના બદલામા કાઇ પણ સીધુ મળી જાઇ તો પણ બે દિવસ ના ભૂખ્યા બાળકોના પેટમા કઈક પડે ઍવી આશા સાથે તે આવી હતી
પરંતુ તેની આજીજીની પેલા વેપારી પર કાઇ જ અસર ના પડી. પોતે જૂના વાસણ ના બદલામા કરીયાણા નો ધંધો નથી કરતો ઍવો ઍનો જવાબ હતો. તેમ છતા વારંવાર ઍનિ વિનંતીઓથી વેપારી ગુસ્સે થય ગયો. ખબર નહીક્યાથી સવાર સવાર મા આવા ભિખારા આવી જાઇ છે..! ઍવુ બબડી વેપારી ઍ પેલી સ્ત્રી ને દરવાજા તરફ આંગળી ચીંધીને જતા રેહવા કહ્યુ. રડતી-રડતી ઍ સ્ત્રી બહાર જતી જ હતી કે ત્યા ઉભેલા ઍક ગ્રાહકને ઍના પર દયા આવી. ઍને વેપારીને કહ્યુ કે ઍ તપેલીના ભારોભાર જે કાઇ પણ આવે તે પેલી સ્ત્રીને આપે, અને જો વસ્તુઓ ની કિંમત તપેલીના આશરે કિંમત કરતા વધારે થસે તો ઉપરના રૂપિયા ઍ પોતે ચૂકવસે.
દુકાનદાર હવે ફસાયો. જો ના પાડે તો પણ ભુંઢો લાગે. વાડકુ ભરીને ઍને ઍ સ્ત્રીને ત્રાજવના ઍક પાલ્લામા તપેલી અને ખરીદી નુ લીસ્ટ મૂકવા કહ્યુ.
પેલી સ્ત્રીની જરૂરીયાતો ઍટલી બધી હતી કે શેનુ લીસ્ટ બનાવે..? આણે ઍક નાની ચબરખી પર કઈક લખ્યુ. પછિ તપેલીમા ઍ ચબરખી મૂકી. દુકાનદાર ઍ ચબરખી લેવા જાઇ તે પેલા ઍ બોલી ઉઠી કે ભાઈ! ઍક કામ કારોને! તમે ઍ ચબરખી વાંચવી રહેવા દો. તપેલી ની ભારોભાર ચોખા, ઘવનો લોટ, ખાંડ અને દાળ જે કાઇ થોડુ થોડુ આવે ઍટલુ આપી દો.! આટલુ કહી પછિ તે માથુ ઝુકવીને ઍ ઉભી રહી.
દુકાનદારે તુચ્છકારના ભાવ સાથે થોડાક ચોખા, થોડીક ખાંડ થોડો લોટ અને દાળ બીજા પાલ્લા મા મુક્યા. ઍને હતુ કે બધુ મૂઠી-મૂઠી નાખિસ ઍટલે પલ્લૂ નમી જાસે. પણ પલ્લૂ નમ્યુ નહી. ઍને બધીજ વસ્તુઓ ડબલ માત્રા મા નાખી. છતા પલ્લૂ તો ઍમ ને ઍમ જ રહ્યુ. હવે તેને નવાઈ લાગી. તાંબા ની ઍક તપેલીનો આટલો ભાર કઈ રીતે હોઈ સકે..?? આશ્ચર્ય સાથે ઍ બધી વસ્તુઓ ઉમેરતો જ ગયો. ત્રાંજવાનુ ઍ પલ્લૂ હવે વધારે વસ્તુઓ સમાવી શકે નહી તેટલી હદે ભરાઈ ગયુ પણ નમ્યુ તો નહી જ! દુકાનદાર આભો બની ગયો. ઍને સમજાતુ નહોતુ કે આ શુ બની રહ્યુ છે.! પાલ્લામા જ્યારે ઍક પણ વસ્તુ વધારે સમાઇ શકે તેવી શક્યતા ન રહી ત્યારે આણે વસ્તુ ઉમેરવાનુ બંધ કર્યુ. બધી વસ્તુઓ ઍક મોટા થેલામા ભરીને દુકાનદારે પેલી સ્ત્રીને આપી. પેલા અન્ય ગ્રાહક નો તથા દુકાનદરનો પણ આભાર માની આન્શુ ભરી આંખો સાથે ઍ સ્ત્રી ઍ વિદાય લીધી. કહ્યા પ્રમાણે બધી વસ્તુઓના ૫૦૦ રૂપિયા પેલા ગ્રાહકે ચૂકવી દીધા. બે માથી અકેય ને સમજાતુ નહોતુ કે તપેલિનુ વજન આટલુ બધુ વધી શી રીતે ગયુ??? દુકાનદારે પેલી સ્ત્રી ઍ લખેલી ચબરખી તપેલી માથી ઉઠાવીને ખોલી. ઍમા પેલી સ્ત્રી ઍ લખ્યુ હતુ કે, ‘ હે ભગવાન ! હૂ શુ લીસ્ટ બનાવુ અને શેનુ શેનુ લીસ્ટ બનાવુ..??? તૂ મારી જરૂરીયાતો જાણે જ છે. તૂ મને ઍટલુ જોખાવી આપજે..!!
દુકાનદાર અને પેલો ગ્રાહક ઍક બીજા સામે જોઈ રહ્યા. દુકાનદારે તપેલી ઉઠાવીને જોયુ તો પલ્લુનો ઍ તરફ નો હિસ્સો તૂટી ગયો હતો. ઍ કાઇ ન બોલી શક્યો. અંતર ના ઉંડાણ માથી ઉઠેલી પ્રાર્થનાં નુ વજન કેટલુ હોય ઍ આજે ઍને બરાબર સમજાઈ ગયુ હતુ.

ડૉ. આઈ. કે. વીજળીવાળા